દિલ્લી સ્થિત રાષ્ટ્રીય અકાદમી શ્રેષ્ઠ ભારતીય સર્જકોનું દર વર્ષે અવોર્ડ દ્વારા સન્માન કરે છે. ઇ.સ. ૧૯૫૫થી આ અવોર્ડ અપાય છે. આજ સુધીમાં ગુજરાતી સાહિત્યની નીચે મુજબની કૃતિઓ અને કર્તા આ અવોર્ડને પાત્ર ઠર્યા છે. (વર્ષ ૧૯૫૭, ૧૯૫૯, ૧૯૬૬ અને ૧૯૭૨ માં ગુજરાતી કૃતિને સાહિત્ય અકાદમીના અવોર્ડ અપાયા નથી.)
વર્ષ
|
કૃતિ
|
સાહિત્ય
|
કર્તા
|
૧૯૫૫
|
મહાદેવભાઇની ડાયરી
|
ડાયરી સાહિત્ય
|
મહાદેવભાઇ દેસાઇ
|
૧૯૫૬
|
બૃહદ્પીંગળ
|
પિંગળશાસ્ત્ર
|
રામનારાયણ વિ. પાઠક
|
૧૯૫૮
|
દર્શન અને ચિંતન
|
તત્વજ્ઞાન
|
પંડિત સુખલાલજી (પ્રજ્ઞાચક્ષુ)
|
૧૯૬૦
|
શર્વિલક
|
નાટક
|
રસિકલાલ છો. પરીખ
|
૧૯૬૧
|
કચ્છનું સંસ્કૃતિદર્શન
|
સંસ્કૃતિ
|
રામસિંહજી રાઠોડ
|
૧૯૬૨
|
ઉપાયન
|
વિવેચન
|
પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
|
૧૯૬૩
|
શાંત કોલાહલ
|
કાવ્યસંગ્રહ
|
રાજેન્દ્ર શાહ
|
૧૯૬૪
|
નૈવેદ્ય
|
નિબંધ
|
ડોલરરાય માંકડ
|
૧૯૬૫
|
જીવનવ્યવસ્થા
|
નિબંધ
|
કાકાસાહેબ કાલેલકર
|
૧૯૬૭
|
ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન
|
ભાષાશાસ્ત્ર
|
ડો. પ્રબોધ પંડિત
|
૧૯૬૮
|
અવલોકન
|
વિવેચન
|
સુન્દરમ્
|
૧૯૬૯
|
કુળકથાઓ
|
રેખાચિત્રો
|
સ્વામી આનંદ (અસ્વીકાર)
|
૧૯૭૦
|
અભિનવનો રસવિચાર
|
વિવેચન
|
નગીનદાસ પારેખ
|
૧૯૭૧
|
નાટય ગઠરિયાં
|
પ્રવાસકથા
|
ચંદ્રવદન મહેતા
|
૧૯૭૩
|
કવિની શ્રદ્ઘા
|
વિવેચન
|
ઉમાશંકર જોષી
|
૧૯૭૪
|
તારતમ્ય
|
વિવેચન
|
અનંતરાય રાવળ
|
૧૯૭૫
|
સોક્રેટિસ
|
નવલકથા
|
મનુભાઇ પંચોળી ‘દર્શક’
|
૧૯૭૬
|
અશ્ર્વત્થ
|
કાવ્યસંગ્રહ
|
નટવરલાલ કે.પંડયા‘ઉશનસ્’
|
૧૯૭૭
|
ઉપવાસ કથાત્રયી
|
નવલકથા
|
રઘુવીર ચૌધરી
|
૧૯૭૮
|
હયાતી
|
કાવ્યસંગ્રહ
|
હરીન્દ્ર દવે
|
૧૯૭૯
|
વમળનાં વન
|
કાવ્યસંગ્રહ
|
જગદીશ જોષી (મરણોતર)
|
૧૯૮૦
|
અનુનય
|
કાવ્યસંગ્રહ
|
જયંત પાઠક
|
૧૯૮૧
|
રચના અને સંરચના
|
વિવેચન
|
ડો. હરિવલ્લભ ભાયાણી
|
૧૯૮૨
|
લીલેરો ઢાળ
|
કાવ્યસંગ્રહ
|
પ્રિયકાન્ત મણિયાર(મરણોતર)
|
૧૯૮૩
|
ચિન્તયામિ મનસા
|
વિવેચન
|
ડો. સુરેશ જોષી (અસ્વીકાર)
|
૧૯૮૪
|
વિવેચનની પ્રક્રિયા
|
વિવેચન
|
ડો. રમણલાલ જોષી
|
૧૯૮૫
|
સાત પગલાં આકાશમાં
|
નવલકથા
|
કુંદનિકા કાપડિયા
|
૧૯૮૬
|
ધૂળમાંથી પગલીઓ
|
સંસ્મરણો
|
ચંદ્રકાન્ત શેઠ
|
૧૯૮૭
|
જટાયુ
|
કાવ્યસંગ્રહ
|
સિતાંશુ યશશ્ર્વંદ્ર
|
૧૯૮૮
|
અસૂર્યલોક
|
નવલકથા
|
ભગવતીકુમાર શર્મા
|
૧૯૮૯
|
આંગળિયાત
|
નવલકથા
|
જોસેફ મેકવાન
|
૧૯૯૦
|
સ્ટેચ્યુ
|
નિબંધસંગ્રહ
|
અનિલ જોષી
|
૧૯૯૧
|
ટોળાં,અવાજ, ઘોંઘાટ
|
કાવ્યસંગ્રહ
|
લાભશંકર ઠાકર
|
૧૯૯૨
|
દેવોની ઘાટી
|
પ્રવાસવર્ણન
|
ભોળાશંકર પટેલ
|
૧૯૯૩
|
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
|
જીવનચરિત્ર
|
નારાયણ દેસાઇ
|
૧૯૯૪
|
વિતાન સુદ બીજ
|
કાવ્યસંગ્રહ
|
રમેશ પારેખ
|
૧૯૯૫
|
અણસાર
|
નવલકથા
|
વર્ષા અડાલજા
|
૧૯૯૬
|
અંધારી ગલીમાં સફેદ ટપકાં
|
વાર્તાસંગ્રહ
|
હિમાંશી શેલત
|
૧૯૯૭
|
કૂવો
|
નવલકથા
|
અશોકપુરી ગોસ્વામી
|
૧૯૯૮
|
વણકાદેખમ
|
વિવેચન
|
જયંત કોઠારી
|
૧૯૯૯
|
ગુજરાતી સાહિત્ય-પૂર્વાધ ઉત્તરાર્ધ
|
વિવેચન
|
નિરંજન ભગત
|
૨૦૦૦
|
ધુંધભરી ખીણ
|
નવલકથા
|
વીનેશ અંતાણી
|
૨૦૦૧
|
આગંતુક
|
નવલકથા
|
ધીરુબહેન પટેલ
|
૨૦૦૨
|
તત્વમસી
|
નવલકથા
|
ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ
|
૨૦૦૩
|
અખેપાતર
|
નવલકથા
|
બિંદુ ભટ્ટ
|
૨૦૦૪
|
ધ મેમરીઝ ઓફ ધ વેલફેર સ્ટેટ
|
નવલકથા
|
ઉપમન્યુ ચેટર્જી
|
૨૦૦૫
|
અખંડ ઝાલર વાગે
|
કાવ્યસંગ્રહ
|
સુરેશ દલાલ
|
૨૦૦૬
|
આટાનો સૂરજ
|
નિબંધસંગ્રહ
|
રતિલાલ ‘અનિલ’
|