ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ?
અમદાવાદ
ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો.
આદિલ
ગુજરાતી ભાષાનું પ્રથમ બાળપાક્ષિક કયું હતું?
ગાંડીવ
ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો?
અમદાવાદ - વડોદરા
ગુજરાત વર્નાકયુલર સોસાયટી દ્વારા દોઢ સદીથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો.
બુદ્ધિપ્રકાશ
ગુજરાતની કઇ ત્રણ નદીઓ અંતસ્થઃ ગણાય છે?
સરસ્વતી, બનાસ અને રૂપેણ
પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી?
ઓખાહરણ
સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે?
સ્કાય લાર્ક
રણજીતરામ વાવાભાઇ મહેતાને નામે કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે?
ગુજરાત સાહિત્યસભા
ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો.
સુનિતા વિલિયમ્સ
સુધારકયુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે?
સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન
આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે?
વૈદ્ય મેટ્રીકસ
ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા?
બાબુભાઇ જશભાઇ પટેલ
ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે?
નૌલખા મહેલ
‘જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે?
ઈશ્વર પેટલીકર